ખેડૂત મિત્રો, વાવણી કરતાં પહેલાં બિયારણને માવજત એટલે કે પટ આપવો ખૂબજ જરૂરી છે. તેના માટે બીજામૃત ઉત્તમ છે, જીવામૃતની જેમ જ બીજામૃતમાં પણ મેં એ જ વસ્તુઓ નાખી છે જે આપણી પાસે કોઈ ખર્ચ વગર ઉપલબ્ધ છે. બીજામૃત નીચે દર્શાવેલ વસ્તુઓથી બને છે :
૧. દેશી ગાયનું છાણ - પ કિ.ગ્રા
૨. ગૌમૂત્ર - ૫લીટર
૩. ચૂનો અથવા કળી ચૂનો - ૨૫૦ગ્રામ
૪. પાણી - ૨૦લીટર
૫. ખેતરની માટી - મુઠ્ઠીભર
આ બધા પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખો. દિવસમાં બે વાર લાકડીથી એને હલાવવાનું છે. ત્યાર પછી બીજની ઉપર બીજામૃત નાખીને એને માવજત આપવાની છે. તે પછી છાંયામાં સૂકવ્યા પછી વાવણી કરવાની છે.
બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે. મૂળ ઝડપથી વધે છે. છોડ, જમીનજન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલે ફાલે છે.
Bijamrit (seed nectar)
Farmer friends, it is very important to treat the seeds before sowing. Bhijamrut is great for that, just like Jivamrut I have put in Bhjamrut the same things that are available to us at no cost. Second body is made up of the following items:
1. Country cow dung - 5 kg
2. cow urine - 5 ltr.
3. lime or bud lime - 250 grams
4. water - 20 ltrs.
Mix all these substances in water and keep it for 24 hours. It has to be stirred with a stick twice a day. After that, it has to be treated by putting another layer on top of the seed. It is then sown after shade drying.
A seed nurtured by another dead grows faster and more abundantly. Roots grow quickly. The plant survives soil-borne diseases and blooms well.
No comments:
Post a Comment