જીવામૃત (જીવ અમૃત) અને તે બનાવવાની રીત
વારંવાર પ્રયોગ કર્યા પછી પરિણામ નીકળ્યુ કે એક એકર જમીન માટે ૧૦ કિ.ગ્રા. છાણની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ બધુ ભેળવીને ઉપયોગમાં લેવાથી ચમત્કારીક પરિણામ મળે છે. આખરે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી તેનું નામ રાખવામાં આવ્યું જીવામૃત (જીવ અમૃત).
જીવામૃત બનાવવાની રીત
1. દેશી ગાયનું છાણ - ૧૦ કિ.ગ્રા.
૨. દેશી ગાયનું મૂત્ર - ૮-૧૦ લીટર
૩. ગોળ - ૧.૫-૨ કિ.ગ્રા.
૪. પાણી - ૧.૫-૨ કિ.ગ્રા.
૫. ચણાનો લોટ - ૧૮૦ લીટર
૬. ઝાડની નીચેની માટી - ૫૦૦ ગ્રામ
ઉપરોક્ત વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટેછાયામાં મૂકી દેવું. દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃતને કોથળાથી ઢાકી દેવું. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાઈઓક્સાઇડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે.
ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઇ લેવું જોઈએ અને શિયાળામાં ૮ થી ૧૫ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. ત્યાર બાદ વધેલું જીવામૃત જમીન ઉપર ફેકી દેવું જોઇએ.
ડિસેમ્બર મહિનામાં ગુરુકુલમાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના ૧૪ દિવસ પછી વધુમાં વધુ ૭૪૦૦ કરોડ જીવાણુંઓ (બેક્ટેરિયા) જોવા મળ્યા હતાં. તે પછી તેની સંખ્યા ઘટવી શરૂ થઇ. ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. છાણ, ગૌમૂત્ર અને માટીને ભેળવવાથી જીવાણુઓની સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ. જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને ૨૫ કરોડ થઇ ગઇ અને જયારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો ત્યારે આ સંખ્યા ૨૨૦ કરોડ થઇ ગઇ, પણ જયારે ગોળ અને ચણાનો લોટ બંને ભેળવવામાં આવ્યા અર્થાત્ જીવામૃતના બધા ઘટકો (છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, અને માટી) ભેળવવામાં આવ્યા ત્યારે આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા અને જીવાણુંઓની સંખ્યા વધીને ૭૪૦૦ કરોડ થઇ ગઇ. આ જીવામૃત જયારે પિયત સાથે ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જીવાણુંઓની સંખ્યા અવિશ્વસનીય રીતે વધે છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે.
2 comments:
Nice
Hlo
Post a Comment